Search This Blog

Saturday, 12 October 2024

राम की शक्ति पूजा રામ ની શક્તિ પૂજા

 एक इच्छित कार्य पूर्ण हुआ।


महाष्टमी अश्विन शुक्ल को ८८ वर्ष पूर्व महाप्राण निराला जी ने #राम_की_शक्ति_पूजा  का प्रणयन किया। (२३/१०/१९३६) अपनी तत्सम शब्दावली में यह रचना निकष के जैसी है! प्राञ्जल भाषा जिसे लोग दुरुह कहते हैं। यह हिन्दी का उत्तुंग शिखर है। कहने को मैं कहूँ कि फ्रेंच या मन्दारिन भाषा मेरे लिए दुरुह है तो सही बात है। अब जिसे अपनी भाषा के शीर्ष के लिए कोई गौरव नहीं वह कुछ भी कह सकता है, जैसे सेकुलर लोग।


महाप्राण निराला मेरे तुलसी बाबा के पश्चात सर्व प्रिय व्यक्तित्व है। (केवल रचनाकार नहीं कह रहा) मेरे मन में यह रचना रची बसी है। विगत रामायण केंद्र भोपाल की संगोष्ठी जिसका विषय यही रचना थी, मेरे मन में एक विचार जन्मा। कि क्यों न इसका गुजराती में पद्यानुवाद किया जाए! लेकिन मन में घबराहट भी थी। गुजराती और हिन्दी की तत्सम शब्दावली एक ही होने से यह कार्य हो जाएगा यह विश्वास था, लेकिन संकल्प से पूर्व विकल्प आता ही है जो विचलित करता है। फिर भी मन ने कहा "चढ़ जा बेटा सूली पर भली करेंगे राम!" अपन कौन महा पंडित जिसकी प्रतिष्ठा प्रभावित होगी। गुजराती के विद्वान मित्रों से इस हेतु चर्चा हुई। हिन्दी के आचार्य भी आशीर्वाद दिए तो - मुझे कहना है कि यह कार्य इन देवी आराधना के आठ दिनों में मेरे हाथों पूर्ण हुआ है।


गुजराती में राम की शक्ति पूजा का अनुवाद हुआ या नहीं यह ज्ञात नहीं हुआ है लेकिन इससे गुजराती मानस को निराला जी के साथ जोड़ने का जितना भी चिक्रोड़ प्रयास मुझ द्वारा होगा यह मेरी अतिरिक्त उपलब्धि आँक लूँगा।


રવિ થયો અસ્ત જ્યોતિ ના પત્ર પર લખ્યું અમર. 

 

રહિ ગયું રામ રાવણ નું અપરાજેય સમર. 


આજ નું તીક્ષ્ણ - શર - વિધૃત - ક્ષિપ્ર - કર વેગ - પ્રખર. 


શત શેલ સંવરણ શીલ નીલનભ -ગર્જિત-સ્વર. 


પ્રતિપલ - પરિવર્તિત - વ્યૂહ ભેદ કૌશલ સમૂહ. 

 

રાક્ષસ વિરૂદ્ધ પ્રત્યૂહ ક્રુદ્ધ કપિ વિષમ હૂહ. 

 

વિચ્છુરિત વહ્નિ રાજીવનયન હત લક્ષ્ય બાણ. 


લોહિત લોચન રાવણ મદમોચન મહીયાન. 


રાઘવ લાઘવ રાવણ વારણ ગત યુગ્મ પ્રહર. 

 

ઉદ્ધત લંકાપતિ મર્દિત કપિ દળ બળ વિસ્તર. 

 

અનિમેષ રામ વિશ્વ જિદ્દિવ્ય શર ભંગ ભાવ. 


વિદ્ધાંગ બદ્ધ કોદંડ મુષ્ટિ ખર રુધિર સ્રાવ. 

 

રાવણ પ્રહાર દુર્વાર વિકલ વાનર દળ બળ. 


મૂર્છિત સુગ્રીવાંગદ ભીષણ ગવાક્ષ ગય નલ. 

 

વારિત સૌમિત્ર ભલ્લપતિ અગણિત મલ્લ રોધ, 

 

ગર્જિત પ્રલયાબ્ધિ ક્ષુબ્ધ હનુમત્ કેવલ પ્રબોધ. 


ઉદ્ગીરિત વહ્નિ ભીમ પર્વત કપિ ચતુઃ પ્રહર. 


જાનકી ભીરુ ઉર આશાભર રાવણ સમ્વર. 


ફરતાં યુગ દળ, રાક્ષસ પદતલ પૃથ્વી ટલમલ. 


બિંધ મહોલ્લાસ થી વારમ્વાર આકાશ વિકલ. 

 

વાનર વાહિની ખિન્ન, લખિ નિજ પતિ ચરણ ચિહ્ન. 

 

ચાલતું હતું શિવિર ની ઓર સ્થવિર દળ જેમ વિભિન્ન. 


પ્રશમિત છે વાતાવરણ, નમિત મુખ સાંધ્ય કમલ. 


લક્ષ્મણ ચિંતા પળ, પાછળ વાનર વીર સકળ. 

 

રઘુનાયક આગળ અવની પર નવનીત ચરણ. 


શ્લથ ધનુ, ગુણ છે કટિબંધ સ્રસ્ત તૂણીર ધરણ. 


દૃઢ જટા મુકુટ થઈ વિપર્યસ્ત પ્રતિલટ થી ખુલ. 


વખર્યુ પૃષ્ઠ પર, બાહુ પર, વક્ષ પર વિપુલ. 


ઉતર્યું જેમ દુર્ગમ પર્વત પર નૈશાંધકાર. 


ચમકે દૂર તારાવલિયો જેમ કૈંક પાર. 


આવ્યા સહુ શિવિર સાનુ પર પર્વત નાં મંથર. 


સુગ્રીવ, વિભીષણ, જાંબવાન આદિ વાનર. 


સેનાપતિ દળ વિશેષ નાં અંગદ હનુમાન. 


નલ નીલ ગવાક્ષ સવાર નાં રણ નું સમાધાન. 


કરવા લીધે ફેર વાનર દલ આશ્રય સ્થળ. 

 

બૈઠા રઘુ કુલ મણિ શ્વેત શિલા પર, નિર્મળ જળ. 

લઈ આવ્યા કર-પદ ક્ષાલનાર્થ પટુ હનુમાન. 


અન્ય વીર સર નાં ગયા તીર, સંધ્યા વિધાન. 

વંદના ઈશ ની કરવા હિત પરત ફર્યા સત્વર. 

। 

સહુ ઘેરી રામ ને બેઠા આજ્ઞા હિત તત્પર. 

પાછળ લક્ષ્મણ, સમ્મુખ વિભીષણ, ભલ્લધીર, 


સુગ્રીવ, પ્રાંત ઉપર પાદ-પદ્મ છે મહાવીર. 

 

યૂથપતિ અન્ય જે યથાસ્થાન થઈ નિર્નિમેષ. 

। 

દેખતાં રામ નું જિત સરોજ મુખ શ્યામ દેશ. 


છે અમાનિશા ઓગળે ગગન ઘન અંધકાર. 

ખોવાયુ દિશા જ્ઞાન, સ્તબ્ધ છે પવન-ચાર. 

અપ્રતિહત ગરજી રહ્યુ પાછળ અંબુધિ વિશાળ. 


ભૂધર હોય ધ્યાન મગ્ન, માત્ર જલતી મશાલ. 


સ્થિર રાઘવેન્દ્ર ને મથી રહ્યું વારમ્વાર સંશય. 


રહિ રહિ ઉઠે છે જગ જીવન માં રાવણ જય ભય. 


જો કદી ન થયું આજ સુધી હૃદય રિપુ દમ્ય શ્રાંત. 


એક પણ, અયુત લક્ષ માં રહ્યું જે દુરાક્રાંત. 


કાલે લડવા ને થઈ રહ્યું વિકલ તે વાર વાર. 


અસમર્થ માનતું મન ઉદ્ધત થઈ હાર હાર. 


એવા ક્ષણ અંધકાર ઘન માં જ્યેમ વિદ્યુત. 


જાગી પૃથ્વી તનયા કુમારિકા છવિ અચ્યુત. 


દેખતાં વેતજ નિષ્પલક યાદ આવ્યું ઉપવન. 


વિદેહ નું પ્રથમ સ્નેહ નું લતાંતરાલ મિલન. 


નયનો નું નયનો થી ગોપન પ્રિય સંભાષણ. 


પાંપણ નું નવ પાંપણ પર પ્રથમોત્થાન પતન. 


કંપિત જેમ કિસલય, ઝરતાં પરાગ સમુદય. 


ગાતાં ખગ નવ જીવન પરિચય તરુ મલય વલય. 


જ્યોતિ પ્રપાત સ્વર્ગીય, જ્ઞાત છવિ પ્રથમ સ્વીય. 


જાનકી નયન કમનીય પ્રથમ કંપન તુરીય. 


શિહર્યું તન, ક્ષણ ભર ભૂલ્યું મન, લહર્યું સમસ્ત. 


હર ધનુર્ભંગ માટે પુનર્વાર જેમ ઉઠે હસ્ત. 


પ્રસ્ફુટિત સ્મિતિ સીતા ધ્યાન લીન રામ નાં અધર. 


ફરી વિશ્વ વિજય ભાવના હૃદય માં ઉમગી ભર. 

 

તે આવ્યા યાદ દિવ્ય શર અગણિત મંત્રપૂત. 

ફરકાઈ પાંખ નભ મા ઉડ્યા સકલ જેમ દેવદૂત. 


દેખતાં રામ બળી રહ્યાં શલભ જેમ રજનીચર. 


તાડકા, સુબાહુ, વિરાધ, શિરસ્ત્રય, દૂષણ, ખર. 


ફરી દીઠી ભીમ મૂર્તિ આજ રણ જોઈ જે. 

 

આચ્છાદિત હોય સમ્મુખ સમગ્ર નભ માં તે. 


જ્યોતિર્મય અસ્ત્ર સકલ ઓળવાઈ ને થયા ક્ષીણ. 


પામી મહાનિલય તે તન માં ક્ષણ માં થયા લીન. 


જોઈ શંકાકુલ થઈ ગયા અતુલ બલ શેષ-શયન —


ખેંચાવ્યા દૃગોં માં સીતા ના રામમય નયન, 


પાછળ સંભળાવ્યું અટ્ટહાસ્ય રાવણ ખળખળ. 


ભાવિત નયનોં થી સજળ ઢર્યા બે મુક્તા-દળ. 


બેઠા મારુતિ જોતાં જોતાં રામ ચરણારવિન્દ. 


યુગ 'અસ્તિ-નાસ્તિ' માં એક રૂપ ગુણ ગણ અનિંધ્ય. 


સાધના મધ્ય પણ સામ્ય —વામ કર દક્ષિણ-પદ. 


દક્ષિણ કર તલ પર વામ ચરણ, કપિવર ગદ્-ગદ્. 


પામી સત્ સચ્ચિદાનંદરૂપ વિશ્રામ-ધામ. 


જપતા સ-ભક્તિ અજપા વિભક્ત થઈ રામ-નામ. 


ચરણ યુગલ પર આવી ટપક્યા બે અશ્રુ યુગલ, 


જોયું કપિ એ, ચમક્યા નભ માં જેમ તારાદલ, 


આ નથી ચરણ રામ નાં, બન્યા શ્યામા નાં શુભ. 


સોહામણાં મધ્ય માં હીરક બે અથવા કૌસ્તુભ, 

 

સ્ખલિત થયું ત્યાં ધ્યાન સ્થિર મન થયું વિકલ. 


સંદિગ્ધ ભાવ ની દૃષ્ટિ ઉઠી જોયું અવિકલ. 


બેઠા તે ત્યાં કમલ લોચન પણ સજળ નયન. 


વ્યાકુળ વ્યાકુળ કછુ ચિર પ્રફુલ્લ મુખ, નિશ્ચેતન. 


'આ અશ્રુ રામ નાં' આવતાં વેતજ મન માં વિચાર. 


ઉદ્વેલ થઈ હઠાત્ શક્તિ-ખેલ-સાગર અપાર, 


થઈ શ્વસિત પવન-ઉનચાસ, પિતા પક્ષ થી તુમુલ. 


એકત્ર વક્ષ પર વહ્યું વાષ્પ ઉડ્યું અતુલ. 


શત ઘૂર્ણાવર્ત, તરંગ - ભંગ ઉઠતાં પહાડ. 


જળ રાશિ - રાશિ જળ પર ચડતી ખાતી પછાડ. 


તોડતી બંધ - પ્રતિસંધ ધરા થઈ સ્ફીત - વક્ષ. 


દિગ્વિજય - અર્થ પ્રતિપલ સમર્થ વધતાં સમક્ષ. 


શત-વાયુ-વેગ-બલ, બોળી અતલ માં દેશ-ભાવ. 


જળરાશિ વિપુલ મથ મળ્યું અનિલ માં મહારાવ. 


વજ્રાંગ તેજઘન બની પવન ને મહાકાશ. 


પહોંચ્યો એકાદશ રુદ્ર ક્ષુબ્ધ કરી અટ્ટહાસ્ય. 


રાવણ મહિમા શ્યામા વિભાવરી - અંધકાર, 


આ રુદ્ર રામ - પૂજન - પ્રતાપ તેજઃ પ્રસાર ;


તે બાજુ શક્તિ શિવ ની જે દશસ્કંધ પૂજિત, 


આ બાજુ રૂદ્ર વંદન જે રઘુનંદન કૂજિત. 


કરવા માટે ગ્રસ્ત સમસ્ત વ્યોમ કપિ વધ્યો અટલ. 


જોતાં મહાનાશ શિવ અચલ થયા ક્ષણ ભર ચંચળ. 


શ્યામા ના પદતલ ભાર ધરણ હર મંદ્ર સ્વર. 


બોલ્યા - "સંવરો દેવિ, નિજ તેજ, નથી વાનર 


આ, - નથી થયું શૃંગાર યુગ્મ ગત મહાવીર 


અર્ચના રામ ની મૂર્તિમંત અક્ષય શરીર, 


ચિર - બ્રહ્મચર્ય - રત આ એકાદશ રુદ્ર ધન્ય. 


મર્યાદા પુરૂષોત્તમ નાં આ સર્વોત્તમ અનન્ય 


લીલા લહચર દિવ્ય ભાવધર એ પર પ્રહાર 


કરવા પર થાશે દેવી તમારી વિષમ હાર. 


લઈ આશ્રય વિદ્યા નો આ મન ને આપો પ્રબોધ. 


નમી જાશે કપિ, નિશ્ચય થાશે દૂર રોધ. 


કહિ થયા મૌન શિવ; પવન તનય માં ભર વિસ્મય. 


સહસા નભ માં અંજના રૂપ નું થયું ઉદય ;


બોલ્યા માતા —"તેં જ્યારે રવિ ને ગયા ગળી. 


ત્યારે ન હતો તે બોધ, રહ્યો બાળક બળી. 


આ તે જ ભાવ તને કરે વ્યાકુળ રહિ રહિ. 


આ લજ્જા ની છે વાત માત રહેતી સહિ સહિ. 


આ મહાકાશ, છે જેમા વાસ શિવ તણો નિર્મળ —


પૂજે જેણે શ્રીરામ, ગ્રસસે તેણે આ પલ. 


કેમ નથી કરિ રહ્યા તે અનર્થ? —સોચો મન માં. 


શું આપી આજ્ઞા એવી કંઈક શ્રીરઘુનંદન ત્યાં. 


તૂ સેવક છે, ત્યજી ને ધર્મ કરી રહ્યા કાર્ય - 


શું અસંભાવ્ય છે આ રાઘવ નાં લીધે ધાર્ય? 


કપિ થયા નમ્ર, ક્ષણ માં માતૃછવિ થઈ લીન, 


ઉતર્યા ધીમે ધીમે ગહિ પ્રભુ પદ થયા દીન. 


રામ નું વિષણ્ણ આનન જોઈ થયા કૈંક ક્ષણ. 


"હે સખા", વિભીષણ બોલ્યા "આજ પ્રસન્ન વદન 


તે નથી, દેખી જેણે સમગ્ર વીર વાનર. 


ભલ્લૂક વિગત - શ્રમ થઈ જતાં જીવન નિર્જર ;


રઘુવીર, તીર સહુ તે તૂણિર માં છે રક્ષિત. 


છે તે જ વક્ષ, રણ કુશળ હસ્ત, બળ છે અમિત. 


છે તે જ સુમિત્રાનંદન મેઘનાદ-જિત-રણ


છે તે જ ભલ્લપતિ, વાનરેન્દ્ર સુગ્રીવ પ્રમન, 


તારા કુમાર પણ તે ય મહાબલ શ્વેત ધીર, 


અપ્રતિભટ તે જ એક અર્બુદ સમ મહાવીર, 


છે તે જ દક્ષ સેના નાયક છે તે જ સમર. 


પાછળ કેમ થયો અસમય ઉદય આ ભાવ પ્રહર? 


રઘુકુળ ગૌરવ, લઘુ થઈ રહ્યાં તેં આ ક્ષણ. 


તે પીઠ ફેરતા કેમ ઇચ્છો છો જ્યારે જય રણ. 


કેટલું પરિશ્રમ વ્યર્થ થયું જ્યારે મિલન સમય. 


તે ખેંચી રહ્યા છો હાથ જાનકી થી નિર્દય. 


રાવણ, રાવણ લંપટ, ખળ, કલ્મષ ગતાચાર. 


જેણે 'હિત નું કહેતા' કીધો પદ પ્રહાર. 


બેઠી ઉપવન માં દેશે દુઃખ સીતા ને ફિર. 


કહેતા રણ-જય-કથા પાર્ષદ-દળ થી ઘિર - 


સાંભળી વસંત માં ઉપવન માં કલ-કૂજિત-પિક


હું બન્યો વ્યર્થ લંકાપતિ, ધિક્ રાઘવ ધિક્ ધિક્. 


સહુ સભાસદો નિસ્તબ્ધ ; રામ નાં સ્તિમિત નયન. 


નિઃશ્વાસ છોડતાં શીતલ પ્રકાશ દેખતાં ઉદ્વિગ્ન. 


ઓજસ્વી શબ્દો નાં જે હતા પ્રભાવ. 


તેના થી તેમણે નથી ચાવ કે ન્હોતો દુરાવ ;


જેમ છતાં હોય શબ્દ માત્ર - મૈત્રી ની સમનુરક્તિ. 


પણ જેમ ગહન ભાવ નાં ગ્રહણ ની નથી શક્તિ. 


કૈંક ક્ષણ સુધી રહ્યા મૌન સહજ નિજ કોમળ સ્વર. 


બોલ્યા રઘુમણિ, "મિત્રવર, વિજય ન થાય સમર. 


આ નથી રહ્યું નર-વાનર નો રાક્ષસ થી રણ. 


ઉતરી આવી છે મહાશક્તિ રાવણ નો પામી આમંત્રણ. 


અન્યાય જ્યાં, છે ત્યાં શક્તિ! કહેતાં છળ છળ. 


થઈ ગયા નયન, કંઈક બિન્દુ પુનઃ ઢળક્યા દૃગજળ. 


અવરુદ્ધ કંઠ, ચમક્યો લક્ષ્મણ - તેજઃ પ્રચંડ. 


ખૂંપી ગયું ધરા માં કપિ ગહિ યુગ-પદ મસક દંડ, 


સ્થિર જાંબવાન - સમજતાં હતાં જે સકળ ભાવ. 


વ્યાકુળ સુગ્રીવ —થયું ઉર માં જેમ વિષમ ઘા'વ. 


નિશ્ચિત કરતાં ત્યાં બધું વિભીષણ કાર્ય-ક્રમ. 


મૌન માં જેમ રહ્યુ સ્પંદિત વાતાવરણ વિષમ. 


નિજ સહજ રૂપ માં સંયત થઈ જાનકી-પ્રાણ. 


બોલ્યા - "આવ્યું ન સમજ આ દૈવી વિધાન ;


રાવણ અ-ધર્મરત પણ તોય હું થયો અપર. 


આ રહ્યું શક્તિ નું ખેલ સમર, શંકર શંકર! 


કરતો હું યોજિત વારમ્વાર શર-નિકર-નિશિત. 


થઈ શકે જેમનાં થી આ સંસૃતિ સંપૂર્ણ વિજિત. 


જે તેજઃ પુંજ સૃષ્ટિ ની રક્ષા નો વિચાર. 


છે જેમાં નિહિત પતનઘાતક સંસ્કૃતિ અપાર —


શત-શુદ્ધિ-બોધ —સૂક્ષ્માતિસૂક્ષ્મ મન નો વિવેક, 


જેમાં છે, ક્ષાત્રધર્મ નો ધૃત પૂર્ણાભિષેક. 


જે થયા પ્રજાપતિયો થી સંયમ થી રક્ષિત. 


તે શર થઈ ગયા આજ રણ માં શ્રીહત ખંડિત. 


જોઈ છે, મહાશક્તિ રાવણ ને લઈ અંક. 


લાંછન ખોળે બેસાડી શશાંક નભ માં અશંક. 


હત મંત્રપૂત શર સંવૃત કરતાં વારમ્વાર. 


નિષ્ફળ થાતાં સહુ લક્ષ્ય, ક્ષિપ્ર વાર પર વાર. 

 

વિચલિત આલેખી કપિદલ, ક્રુદ્ધ યુદ્ધ ને જેમ. 

 

ઝક ઝક ઝલકતી વહ્નિ વામા નાં દૃગ તેમ. 


પશ્ચાત દેખી મુજને, તે બાંધ્યા હસ્ત, 


ધનુ ન ખેંચી શક્યો, મુક્ત જેમ બંધ્યો હું થતો ત્રસ્ત!? 


કહી થયા ભાનુકુલભૂષણ ત્યાં મૌન ક્ષણ-ભર, 


બોલ્યા પામી વિશ્વસ્ત કંઠ જાંબવાન - રઘુવર, 


વિચલિત થાવા નો નથી દેખતો હું કારણ. 

હે પુરુષસિંહ, તમે પણ કરો આ શક્તિ ધારણ. 


આરાધન નો દૃઢ આરાધન થી આપો ઉત્તર, 


તે વરો વિજય સંયત પ્રાણો થી પ્રાણો પર ;


રાવણ અશુદ્ધ થઈ જો કાંઈ કરી શકે ત્રસ્ત. 


તો નિશ્ચય છે સિદ્ધ કરાશે થશે ધ્વસ્ત. 


શક્તિ ની કરો મૌલિક કલ્પના, કરો પૂજન. 


છોડો સમર જ્યાં સુધી ન સિદ્ધિ થાય, રઘુનંદન! 


ત્યાં સુધી લક્ષ્મણ છે મહાવાહિની નાં નાયક. 


મધ્ય ભાગ માં, અંગદ દક્ષિણ - શ્વેત સહાયક. 


હું ભલ્લ-સૈન્ય ; છે વામ પાર્શ્વ માં હનૂમાન, 


નલ, નીલ અને લઘુ કપિગણ, તેમનાં પ્રધાન ;


સુગ્રીવ, વિભીષણ, અન્ય યૂથપતિ યથાસમય, 


આવશે રક્ષણ હેત સહુ જ્યાં પણ થશે ભય. 

 

સભા થઈ ઉત્ફુલ્લ, "ઉત્તમ નિશ્ચય આ ભલ્લનાથ!" 


કહી આપ્યું વૃદ્ધ ને માન, રામ એ નમી માથ. 


થઈ ગયા ધ્યાન માં લીન પુનઃ કરતાં વિચાર. 


દેખતાં સકલ તન પુલકિત થાતાં વારમ્વાર. 


કૈ સમય પછી અનંતર ઇંદીવર નિંદિત લોચન. 


ઉઘડ્યા રહ્યાં નિષ્પલક ભાવ માં મજ્જિત મન. 


બોલ્યા આવેગ રહિત સ્વર થી વિશ્વાસ સ્થિત 


માતઃ દશભુજા વિશ્વ-જ્યોતિઃ હું છું આશ્રિત ;


થઈ વિદ્ધ શક્તિ થી, ખલ મહિષાસુર મર્દિત. 


જનરંજન-ચરણ-કમલ-તલ ધન્ય સિંહ ગર્જિજત. 


આ, આ મારું પ્રતીક માતઃ સમજો ઇંગિત ;


હું સિંહ, એજ ભાવે કરીશ અભિનંદિત ;


કેટલાક પળ સ્તબ્ધ થઈ રહ્યા રામ છવિ માં નિમગ્ન. 

 

ખોલ્યાં પલક કમલ-જ્યોતિર્દલ ધ્યાન - લગ્ન ;


છે દેખી રહ્યા મંત્રી, સેનાપતિ, વીરાસન 


બેઠા ઉમડતાં રાઘવ નાં સ્મિત આનન. 


બોલ્યા ભાવસ્થ ચંદ્ર મુખ નિંદિત રામચંદ્ર. 


પ્રાણો માં પાવન કંપન સ્વર ભર મેઘચંદ્ર —


જોવો, બંધુવર સમ્મુખ સ્થિત આ જે ભૂધર. 


શોભિત, શત હરિત ગુલ્મ તૃણ થી શ્યામલ સુંદર. 


પાર્વતી કલ્પના છે! એની મકરંદ બિન્દુ ;


ગરજે છે ચરણ-પ્રાંત પર તે સિંહ, નથી સિન્ધુ ;


દશદિક - સમસ્ત છે હસ્ત, વળી દેખો ઉપર. 


અંબર માં થયા દિગંબર અર્ચિત શશિ-શેખર;


જોઈ મહાભાવ-મંગળ પદતલ ખૂંપી રહ્યુ ગર્વ —


માનવ મન નું અસુર મન્દ, થઈ રહ્યુ ખર્વ".


પ્રિય કપિ ને નિજ બાજુ ખેંચી જોઈ દૃષ્ટિ મધુર —


બોલ્યા પ્રિયતર સ્વર થી સિંચન કરતાં અન્તર. 


જોઇએ મને એક સો આઠ કપિ ઇંદીવર, 


ઓછા માં ઓછા, અધિક હજુ, અધિક અને સુન્દર. 


જાઓ દેવીદહ, ઉષઃકાળ થાતાં સત્વર. 


તોડી લાઓ તે કમલ, ફરી પાછા લડો સમર!"


પૂછી લો જાંબવાન ને પથ, દૂરત્વ, સ્થાન. 


પ્રભુ-પદ-રજ સિર ઝાલી ચાલ્યા હર્ષ થી હનૂમાન. 


રાઘવે વિદા કીધાં સહુને જાણી ને સમય. 


સહુ ચાલ્યા સદય રામ ની સોચતા હતાં વિજય. 


નિશિ થઈ વિગત, નભ નાં લલાટ પર પ્રથમ કિરણ. 


ફૂટી, રઘુનંદન નાં દૃગ મહિમા જ્યોતિ - હરિણ. 


નથી શરાસન આજ હસ્ત - તૂણીર સ્કંધ. 


તે નથી શોભતો નિવિડ - જટા દૃઢ મુગટ બંધ ;


સંભળાતું સિંહનાદ - રણ કોલાહલ અપાર, 


ઉમડતું નથી મન, સ્તબ્ધ સુધી છે ધ્યાન ધાર ;


પૂજનોપરાંત જપતાં દુર્ગા, દશભુજા નામ, 


મન માં કરતાં મનન નામોં નુ ગુણગ્રામ ;


વીત્યો તે દિવસ, થયો મન સ્થિર ઇષ્ટ નાં ચરણ. 


ગહન થી ગહનતર થવાં માંડ્યું સમારાધન. 


ક્રમ ક્રમ થી થયા પાર રાઘવ નાં પંચ દિવસ ;


ચક્ર થી ચક્ર મન ચડતું હતું ઉર્ઘ્વ નિરલસ ;


કરી જપ પુરું કરી એક ચઢાવે ઇંદીવર, 


નિજ પુરશ્ચરણ એ ભાંતિ રહ્યા પૂરા કર! 


ચઢ ષષ્ઠ દિવસ 'આજ્ઞા' પર થયું સમાહિત મન. 


પ્રતિ જપ થી ખેંચાઈ થવા માંડ્યું મહાકર્ષણ. 


સંચિત ત્રિપુટી પર ધ્યાન દ્વિદલ દેવી પદ પર, 


જપ નાં સ્વર થી લગ્યું કંપવા થર થર થર અંબર. 


બે દિવસ નિષ્પંદ એક આસન પર રહ્યા રામ, 


અર્પિત કરતાં ઇંદીવર, જપતાં હતાં નામ ;


આઠમો દિવસ, મન ધ્યાન યુક્ત ચડતું ઊપર. 


કરી ગયું અતિક્રમ બ્રહ્મા હરિ શંકર નું સ્તર. 


થઈ ગયું વિજિત બ્રહ્માંડ પૂર્ણ દેવતા સ્તબ્ધ. 


થઈ ગયા દગ્ધ જીવન નાં તપ નાં સમારબ્ધ. 


રહી ગયું એક ઇંદીવર, મન દેખતું પાર. 


પ્રાયઃ કરવા ને થયું દુર્ગ જે સહસ્રાર, 


દ્વિપ્રહર રાત્રિ, દુર્ગા અદૃશ્ય રૂપે થયા સાકાર, 


સ્મિત સાથે ઉપાડી લીધું પૂજા નું પ્રિય ઇંદીવર. 


આ અંતિમ જપ, ધ્યાન માં જોતાં ચરણ યુગલ. 


રામ એ લંબાવ્યો હસ્ત લેવા ને નીલ કમલ. 


જ્યારે ન મળ્યું, થયું સહસા સ્થિર મન ચંચળ. 


ધ્યાન ની ભૂમિ થી હેઠળ, ઉઘડ્યા પલક વિમલ. 


દેખ્યું તે રિક્ત સ્થાન, આ જપ નું પૂર્ણ સમય. 


આસણ ખસેડવું અસિદ્ધિ, ભરી ગયા નયનદ્વય - 


"ધિક્ જીવન ને જે સદૈવ પામ્યો વિરોધ. 


ધિક્ જીવન, જેના લીધે સદા થી કર્યા શોધ! 


જાનકી! હાય, ઉદ્ધાર પ્રિયા નો થઈ ન શક્યો! 


તે એક વળી બીજુ મન રહ્યું રામ નું એ ન થક્યું. 


જે નથી જાણતું દૈન્ય, નથી કે કૈક વિનય, 


કરી ગયુ ભેદ તે માયાવરણ પ્રાપ્ત કરી જય. 


બુદ્ધિ નાં દુર્ગે પહોંચ્યુ, વિદ્યુત-ગતિ હતચેતન, 


રામ માં જાગી સ્મૃતિ, થયા સજગ પાઈ ભાવ પ્રમન! 


"આ છે ઉપાય" કહી ઉઠ્યા રામ જાણે મંદ્રિત ઘન - 


"કહેતી હતી માત મુજને સદા રાજીવનયન! 


બે નીલકમલ છે શેષ હજું, આ પુરશ્ચરણ, 


પૂરુ કરીશ હું આપી તમને માતઃ એક નયન!"


કહીને જોયું તૂણીર બ્રહ્મસર રહ્યું ઝલક. 


લઈ લીધુ હસ્ત, લક લક કરતું તે મહાફલક;


લઈ અસ્ત્ર વામ કર, દક્ષિણ કર દક્ષિણ લોચન. 


લઈ અર્પિત કરવા ઉદ્ધત થયા તે ચક્ષુ સુમન. 


જે ક્ષણ વિંધવા દૃગ ને દૃઢ કીધો નિશ્ચય, 


કંપી ગયું બ્રહ્માંડ, થયો દેવી નો ત્વરિત ઉદય :-


"સાધુ, સાધુ, સાધક ધીર, ધર્મ-ધન ધન્ય રામ!" 


કહી લીધા ભગવતી એ રાઘવ નાં હસ્ત થામ! 


જોયું રામે - સમ્મુખ શ્રી દુર્ગા, ભાસ્વર. 


વામ પદ અસુર-સ્કંધ પર, રહ્યું દક્ષિણ હરિ પર;


જ્યોતિર્મય રૂપ, હસ્ત દશ વિવિધ અસ્ત્ર - સજ્જિત, 


મંદ સ્મિત મુખ, જોઈ થઈ વિશ્વ ની શ્રી લજ્જિત. 


છે દક્ષિણ માં લક્ષ્મી, સરસ્વતી વામ ભાગ. 


દક્ષિણ ગણેશ, કાર્તિક વામ રણ-રંગ રાગ, 


મસ્તક પર શંકર. પાદપદ્મ ઊપર શ્રદ્ધાસભર. 


શ્રી રાઘવ થયા પ્રણત, મંદસ્વર વંદન કર. 

''

"થાશે જય, થાશે જય, હે પુરુષોત્તમ નવીન!" 


 કહીને મહાશક્તિ રામ નાં વદન માં થયા લીન!


अनुवादक - गजेन्द्र